જમીન સંપાદન કાયદામાં ફેરફારથી ખેડૂતો અને ખાસ કરીને ખેતી પર નભતાં પરિવારોની હાલાકી-પરેશાનીમાં વધારો : 11-08-2016
કેન્દ્રની તત્કાલિન કોંગ્રેસ નેતૃત્વવાળી સરકારે ખેડૂતો અને સામાન્ય નાગરિકોના હિતમાં જમીન સંપાદન અને યોગ્ય વળતર અંગેનો કાયદો ઐતિહાસિક રીતે દેશ સમક્ષ રજુ કર્યો હતો ત્યારે ખેડૂત વિરોધી માનસિક્તા ધરાવતી ભાજપ સરકારે ઉદ્યોગપતિઓના હિત માટે જમીન સંપાદન કાયદાનો વિરોધ કર્યો હતો. ત્યારે ગુજરાતની ભાજપ સરકારે જમીન સંપાદન કાયદામાં સામાજિક અસરો, અન્ય બાબતોને દુર કરીને ખેડૂતોને નુક્શાન થશે, બીજી બાજુ ઉદ્યોગ ગૃહો અને જમીન માફીયાઓને ફાયદા થાય તે પ્રકારની સુવિધા ધરાવતો ફેરફાર દાખલ કર્યો છે. ત્યારે ભાજપની ખેડૂત વિરોધી નિતીની આકરી ઝાટકણી કાઢતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકાર છેલ્લા ૧૫ વર્ષમાં ગુજરાતના જળ, જંગલ અને જમીન પોતાના મળતીયા ઉદ્યોગપતિઓને ભેટ ધરી દીધા છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો