‘‘જન સંપર્ક અભિયાન’ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં “મહિલા સુરક્ષા’ અભિયાનમાં” : 04-08-2021
કોંગ્રેસ પક્ષ દ્વારા જનસંપર્ક અભિયાનના ભાગરૂપે ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા ‘મહિલા સુરક્ષા’ અભિયાનમાં રાજકોટ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આજનો સમય જે ખુબ જ તકલીફવાળો ચાલી રહ્યો છે મંદી, મોંઘવારી, મહામારી, બેરોજગારી, ભ્રષ્ટાચારથી પ્રજાજ્યારે ત્રસ્ત હોય હેરાન પરેશાન હોય હાડમારી ભોગવી રહી હોય અને આ તમામ સમસ્યાઓ પાછળ જો કોઈ જવાબદાર હોય તો રાજ્યની ભાજપ ૨૫ વર્ષ થી શાસન કરતી સરકાર જવાબદાર હોય, ત્યારે સરકારે પોતાના અણઘડ વહીવટ, નિષ્ફળતાઓ પોતાની હાડમારી માટે શરમ કરવાની હોય તેના બદલે પ્રજાના ટેક્ષના પરસેવાના પૈસાથી વાહવાહી કરવામાટે પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે ઉજાણી કરવામાં આવી રહી છે
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો