‘‘જન સંપર્ક અભિયાન’ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં “સંવેદનહીન સરકાર – આરોગ્ય બચાવો” : 02-08-2021

કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ જન ચેતના અભિયાનના ભાગરૂપે ‘‘સંવેદનહીન સરકાર – આરોગ્ય બચાવો’’ના સુત્ર સાથે ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોના દરમ્યાન ૨ લાખ કરતા વધુ લોકોના મૃત્યુ થયા. જાન્યુઆરી ૨૦૨૦માં WHO દ્વારા કોરોના મહામારી અંગે આગોતરી ચેતવણી આપવામાં આવી હતી. સરકારે પૂર્વ તૈયારીઓ કરવાની હતી તેના બદલે સરકાર ‘‘નમસ્તે ટ્રમ્પ’’ કાર્યક્રમ કરવામાં વ્યસ્ત રહી. હોસ્પિટલ, વેન્ટીલેટર, બેડ, ઈન્જેક્શન તેમજ સ્ટાફની યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવી અને એના કારણે કોરોના મહામારીમાં ગુજરાત જેવા સમૃધ્ધ રાજ્યમાં એક-એક ગુજરાતીને બેડ લેવા માટે દર-દર ભટકવુ પડ્યું.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note