જનસંપર્ક ગુજરાત આજે આણંદ ખાતે આવી પહોંચતા 11-07-2015

જનસંપર્ક ગુજરાત આજે આણંદ ખાતે આવી પહોંચતા અમુલ ડેરી પાસે કોંગ્રેસના કાર્યકરોએ યાત્રાનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને એ.આઈ.સી.સી.ના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી ગુરૂદાસ કામતે સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પાહાર પહેરાવ્યા હતા. ત્યારબાદ બાઈક રેલીનો પ્રારંભ થયો હતો. જે શહેરના વિવિધ માર્ગો પર ફરી ટાઉન હોલ ખાતે પહોચી હતી. જ્યાં કોંગ્રેસના સંમેલનનો પ્રારંભ થયો હતો. જન સંપર્ક ગુજરાત આણંદ ખાતે કાર્યકર સંમેલનને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અંબાજી ખાતે માં અંબાના આશીર્વાદ લઈ ઉત્તર ગુજરાતનો જન સંપર્ક ગુજરાત કાર્યક્રમ પ્રારંભ કર્યો હતો અને મધ્ય ગુજરાતમાં ડાકોર ખાતેથી રણછોડરાય મંદિરમાં દર્શન કરી રાજ્યમાં સારો વરસાદ થાય અને ખેડૂતો ખુશહાલ થાય તેવી પ્રાર્થના સાથે જન સંપર્ક ગુજરાત કાર્યક્રમનો પ્રારંભ કર્યો છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note