“જનતાનો અવાજ” લોકસભા – ૨૦૧૯ માટે કોંગ્રેસ પક્ષના ચુંટણી ઢંઢેરામાં શિક્ષણની જોગવાઈ અંગે પરામર્શ બેઠક : 02-11-2018
લોકસભાની આગામી ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષના ચુંટણી ઢંઢેરા માટે જનતાનો અવાજ સાંભળી જનતા ઈચ્છે તે ચુંટણી ઢંઢેરા બને તે માટેની કવાયતના ભાગ રૂપે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ચુંટણી ઢંઢેરા સમિતિના સભ્ય, પૂર્વ સાંસદ, આયોજન પંચના પૂર્વ સભ્ય ડૉ.ભાલચંદ્ર મુંગેકર શૈક્ષણિક જગતના વિવિધ મહાનુભાવો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, દેશની પ્રગતિ માટે શિક્ષણ વ્યવસ્થા મજબુત કરવી પડશે. શિક્ષણમાં આમૂલ પરિવર્તન માટે તૈયાર રહેવું પડશે. શિક્ષણ સંસ્થા અને શૈક્ષણિક સંસ્થા અને શૈક્ષણિક કેમ્પસોમાંના વિવિધ વિચારોને ખુલ્લું મન અને ખુલ્લાપણું આપવું પડશે. થોપી દેવાની પધ્ધતિને શૈક્ષણિક જગત સ્વીકારી શકે નહી. શિક્ષક અને અધ્યાપકોનું સન્માન જળવાય એ જોવાની જવાબદારી આપના સૌની છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો