જંગલરાજ બિહારમાં નહીં પણ ગુજરાતમાં હોવાથી ચૂંટણી નહીં થાય : મોઢવાડિયા
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ મુલતવી રાખવાની ઘટના અંગે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું છે કે જંગલરાજ બિહારમાં નહીં, પરંતુ ગુજરાતમાં ચાલે છે. જો ભાજપમાં હિંમત હોય તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો સામનો કરે.
તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં સબસલામત છે, કાયદો અને વ્યવસ્થા નમૂનેદાર છે, ગુજરાત મોડલ રાજ્ય છે એવા નારાઓનો છેદ ઉડાડીને ભાજપ સરકારે ખુદ સ્વીકારી લીધું છે કે કાયદો-વ્યવસ્થા કથળ્યા છે અને સાબિત કર્યંુ છે કે ગુજરાતનું શાસન મોડલ રાજ્યનું નહીં ‘જંગલરાજ’નું છે. બિહારમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ અને વડાપ્રધાન બિહારમાં જંગલરાજ ચાલતું હોવાનો વારંવાર પ્રચાર કરે છે. પરંતુ બિહારમાં અત્યારે વિધાનસભાની ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના કારણે ભાજપની સરકારે ચૂંટણીઓ મુલતવી રાખવી પડી છે.
http://www.sandesh.com/article.aspx?newsid=3142177