છેલ્લા બે મહીનાથી ગુજરાત યુનિવર્સિટી નો પદવીદાન સમારંભ તલ્લે ચડ્યો : 17-01-2017
છેલ્લા બે મહીનાથી ગુજરાત યુનિવર્સિટી નો પદવીદાન સમારંભ તલ્લે ચડ્યો છે, વીઆઇપી ગેસ્ટ બોલાવવાની યુનિવર્સિટી સત્તાધિશોની ઘેલછા ને કારણે પદવીદાન સમારંભ ખોરંભાયો છે , મહત્વ નુ છે કે યુનિવર્સિટીએ નવેમ્બર માં પદવીદાન સમારંભ યોજવાની જાહેરાત કરી હતી , પરંતુ વીઆઇપી ગેસ્ટ ના મળવાના કારણે હજી સુધી પદવીદાન સમારંભ યોજાઇ શકયો નથી. જેના કારણે ૫૦,૦૦૦ વિદ્યાર્થીઓ પદવી વિના ૧૮ મહિના કરતાં વધુ સમયથી કાગડોળે રાહ જોઈ બેસી રહ્યાં છે. ત્યારે યુનિવર્સિટીના સત્તાધીશોની બેદરકારી-બેજવાબદારીનો ભોગ વિદ્યાર્થીઓ બની રહ્યાંનો આક્ષેપ કરતાં એન.એસ.યુ.આઈ. ગુજરાતના પ્રવક્તા શ્રી ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે, યુજીસી દ્વારા દેશની તમામ યુનિવર્સિટીઓને નવેમ્બર માસ માં પદવીદાન સમારોહ નુ આયોજન કરી ને ડિગ્રી એનાયત કરી દેવા આદેશ કરવામા આવ્યો છે, પરંતુ ગુજરાત યુનિવર્સિટી કે પછી જીટીયુ દ્વારા યુજીસી ના આદેશનુ પાલન કરવામા નથી આવ્યુ, યુજીસી ના આદેશ મુજબ ગુજરાત યુનિવર્સિટી ના સત્તાધિશો એ નવેમ્બર માં પદવીદાન સમારંભ નુ આયોજન કરવા પ્રયાસ કર્યો હતો, પરંતુ યુનિવર્સિટી ને વીવીઆઇપી ગેસ્ટ ના મળતા નવેમ્બર માં પદવીદાન સમારંભ યોજાઇ શકાયો નહી, વીવીઆઇપી ગેસ્ટ ને બોલાવવાની ઘેલછા ને કારણે છેલ્લા બે મહીનાથી પદવીદાન સમારંભ ટલ્લે ચડ્યો છે….
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો