છેલ્લા ઘણાં સમયથી વિવિધ માધ્યમોમાં પ્રસિધ્ધ થતાં અહેવાલો-સમાચારોથી કોંગ્રેસ પક્ષને અને ધારાસભ્યશ્રીઓની છબીને નુક્શાન : 13-06-2017
છેલ્લા ઘણાં સમયથી વિવિધ માધ્યમોમાં પ્રસિધ્ધ થતાં અહેવાલો-સમાચારોથી કોંગ્રેસ પક્ષને અને ધારાસભ્યશ્રીઓની છબીને નુક્શાન પહોંચે છે. ત્યારે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રી તરીકે સત્ય હકીકત માધ્યમોને જણાવતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડકશ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, સોશ્યલ મીડીયામાં અમુક તત્વો દ્વારા અને ત્યારબાદ તે જ બાબત ઓનલાઈન ન્યુઝ અને તેને આધાર બનાવીને પ્રીન્ટ અને ઈલેક્ટ્રોનિક માધ્યમમાં છેલ્લા ઘણાં દિવસથી કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો અને કોંગ્રેસ પક્ષ વિશે મનઘડત વિગતો પ્રસિધ્ધ થઈ રહી છે. કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રીઓ વર્ષ ૨૦૧૨ માં પંજાના નિશાન પર ચૂંટાયા છે. કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યશ્રીઓ એક છે અને આગામી દિવસોમાં પણ ભાજપ સામે આક્રમક્તાથી લડત આપવાના છે. ભાજપ સરકાર, ભાજપ પક્ષ તમામ મોરચે નિષ્ફળ ગયા હોવાથી પોતાની નિષ્ફળતા છુપાવવા જાણી જોઈને આવી અફવાઓ-દુષ્પ્રચાર પ્રચાર કરે છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો