ચૈત્રી નવરાત્રીનાં પાવન પર્વમાં અંબાજી માતાનાં દર્શન કરતા કોંગ્રેસ આગેવાનો
ચૈત્રિ નવરાત્રીના પવિત્ર પર્વમાં માં અંબાના ચરણમાં શીશ ઝુકાવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. તુષાર ચૌધરી સહિતના નેતાઓએ “નવસર્જન આદિવાસી અધિકાર અભિયાન” નો રેલી સ્વરૂપે પ્રારંભ કર્યો હતો. આ રેલીમાં બપોરે ૧૨-૦૦ કલાકે ધોમધકતા તાપમાં મોટી સંખ્યામાં આદિવાસી-ભાઈ બહેનો જોડાયા હતા.