ચેરમેનશ્રી લાલચંદભાઈ ગોપલાનીનું દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી : 08-06-2017
ગાંધીનગર શહેરના સ્થાપના સમયના વેપારી અગ્રણી અને કોંગ્રેસ પક્ષના પીઢ આગેવાન તેમજ સિંધુ ધામ ગાંધીનગરના ચેરમેનશ્રી લાલચંદભાઈ ગોપલાનીનું દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતા કોંગ્રેસ અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર શ્રી અહમદભાઈ પટેલે શોકાંજલી આપતા જણાવ્યું હતું કે, સ્વ. લાલચંદભાઈ ગોપલાણી સતત લોકસંપર્ક રાખનારુ સરળ વ્યક્તિત્વ હતું. ગાંધીનગરની સ્થાપના અને ત્યારબાદ વિવિધ જુદી જુદી ઘટના અને પ્રગતિના તેઓ એક સાક્ષી રહ્યાં. ગુજરાત અને ગાંધીનગર જિલ્લાએ કોંગ્રેસનો એક અદનો સેવક ગુમાવ્યો છે. કોંગ્રેસના પાયાના કાર્યકર અને ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા લાલચંદભાઈના અવસાનથી માત્ર ગાંધીનગર જ નહીં, ગુજરાત કોંગ્રેસને ખોટ પડી છે. તેમના આત્માને શાંતિ માટે કોંગ્રેસના તમામ આગેવાનો તેમજ કાર્યકરોની પ્રાર્થના છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો