ચેરમેનશ્રી મનુજી ઠાકોર કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે જોડાયા : 07-11-2022
- કોંગ્રેસ પક્ષની વિચારધારાથી પ્રેરાઈને વિરમગામ તાલુકાના વરિષ્ઠ આગેવાન – નેતા, અમદાવાદ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના પૂર્વ ચેરમેનશ્રી મનુજી ઠાકોર કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે જોડાયા
ગુજરાતમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં “પરિવર્તન સંકલ્પ” સાથે કોંગ્રેસ પક્ષ 125 થી વધુ બેઠક સાથે જવલંત વિજય મેળવવા તરફ આગળ વધી રહી છે ત્યારે “પરિવર્તન સંકલ્પ યાત્રા” વિરમગામમાં આગમન સાથે વિરમગામના તાલુકાના વરિષ્ઠ આગેવાન – નેતા, અમદાવાદ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના પૂર્વ ચેરમેનશ્રી મનુજી ઠાકોર કોંગ્રેસ પક્ષની વિચારધારાથી પ્રેરાઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરજીના હસ્તે તિરંગો ખેસ પહેરી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે જોડાયા હતા.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો