ચીન સામે મોદી સરકાર ઘૂંટણીએ, ડોકલામમાં જવાનો સાથે વિશ્વાસઘાત

સંસદમાં હાલમાં ચાલી રહેલા મોન્સૂન સેશનમાં વિદેશમંત્રી સુ્ષ્મા સ્વરાજે ગત વર્ષે ચીન સાથે થયેલા ડોકલામ સરહદ વિવાદ પર નિવેદન આપ્યુ હતુ. જેમાં સુષ્માએ કહ્યું હતું કે ડોકલામ વિવાદનો ઉકેલ આવી ગયો છે. જોકે કોંગ્રે્સ અધ્યક્ષ આ મુદ્દે ફરી મેદાનમાં આવ્યા છે. રાહુલ ગાંધીએ આ નિવેદન પર સવાલ ઉઠાવીને જણાવ્યું છે કે સુષ્મા સ્વરાજ જેવી સક્ષમ મહિલાએ ચીનની તાકાત સામે નમતુ જોખ્યુ છે. આ રીતે સરકાર ઘૂંટણીએ પડીને સેનાના જવાનો સાથે વિશ્વાસઘાત કરી રહી છે. આ પહેલા પણ રાહુલ ગાંધીએ અવિશ્વાસની દરખાસ્ત પરની ચર્ચા વખતે ડોકલામ વિવાદને મોદી સરકારની નિષ્ફળતા ગણાવી હતી.
http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/rahul-gandhi-slams-modi-government-over-doklam-issue-sushma-swaraj-china