– ચારે બાજુથી ઘેરાયેલી, નિષ્ફળ અને ભ્રષ્ટ ભાજપ સરકાર સત્તા ગુમાવવાના ડરના લીધે ગાયમાતાના નામે રાજનિતી : 31-05-2017
ચારે બાજુથી ઘેરાયેલી, નિષ્ફળ અને ભ્રષ્ટ ભાજપ સરકાર સત્તા ગુમાવવાના ડરના લીધે ગાયમાતાના નામે રાજનિતી કરી રહી છે. કોંગ્રેસ પક્ષના કાર્યાલય પર મોડી રાત્રે હિંસક હૂમલો કરી ભાજપ-બજરંગદળનો હિંસાત્મક ચહેરો ફરી એકવાર ખૂલ્લો થયો, ત્યારે ભાજપ સરકારની ચૂંટણીલક્ષી ગૌ-ભક્તિ અંગે પ્રશ્ન પૂછતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કેન્દ્રની અને રાજ્યની ભાજપની સરકાર સંપૂર્ણ પણે નિષ્ફળ ગઈ છે ત્યારે ગાય માતાને નામે રાજનીતિ કરીને સમાજને ગુમરાહ કરવા નીકળેલ છે. ગાયના મોઢાનું તણખલું પણ ન ખપે તો પછી છેલ્લા ૨૨ વર્ષમાં ભાજપની સરકારે હજારો હેક્ટર ગૌચરની જગ્યાઓ ભ્રષ્ટ્રાચારીઓને કેમ આપી? ગૌચર ભાજપે ન રહેવા દીધું તેથી ગાય પ્લાસ્ટિકની કોથળીઓ ખાવા મજબુર બને છે અને રીબાઈ રીબાઈને મરે છે. કેરળની ઘટના સામે આવતા જ કોંગ્રેસ મોવડી મંડળે કહેવાતા યુવક કોંગ્રેસના લોકોને પક્ષમાંથી હાંકી કાઢ્યા એટલું જ નહી જવાબદાર સામે કડક માં કડક પગલાં લેવા માંગણી કરી છે.
પ્રેસનોટ જોવા માટે અહી કિલક કરો