ચારે તરફથી ઘેરાયેલી, બઘવાયેલી અને તમામ મોરચે નિષ્ફળ નિવડેલ ભાજપની મેલી મુરાદનો પર્દાફાશ : 21-07-2017
ચારે તરફથી ઘેરાયેલી, બઘવાયેલી અને તમામ મોરચે નિષ્ફળ નિવડેલ ભાજપની મેલી મુરાદનો પર્દાફાશ થયો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિત શાહ સહિતના ભાજપના મુખ્યમંત્રી અને અધ્યક્ષ દ્વારા યેન કેન પ્રકારે ચૂંટણી જીતવાના સોગઠા-મનસૂબા પર પણ પાણી ફરી વળ્યું છે. શ્રી શંકરસિંહ વાઘેલાએ રાજીનામુ આપવાની જાહેરાત કરી છે. એ જાહેરાતની સાથોસાથ તેમણે જણાવ્યું કે, “કોંગ્રેસ પક્ષે મને ૨૪ કલાક પહેલા જ કાઢી મુક્યો હતો.” આ વાત સત્યથી વેગળી છે. તે અંગે પત્રકારો સાથે વાતચીત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલ અને કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી શક્તિસિંહ ગોહિલે સયુંક્ત રીતે પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, શ્રી શંકરસિંહજી ખૂબ અનુભવી, પીઢ નેતા છે. કોંગ્રેસ પક્ષે તેમના સંપૂર્ણ વિશ્વાસ મુક્યો હતો કોંગ્રેસ પક્ષ થી વિપરીત વિચારધારામાંથી આવ્યા છતાં પણ કોંગ્રેસ પક્ષે પ્રદેશ પ્રમુખ, કેન્દ્રીય મંત્રી પદ, વિપક્ષનું નેતા પદ સહિતના મહત્વના પદ આપ્યા હતા.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો