ઘરેલુ વીજ જોડાણના મીટરો પર જૂની રૂા. ૧૦/- ડિપોઝીટ સામે નવી ડિપોઝીટની રકમ રૂા. ૩૫૦૦/… : 16-07-2018
- ઘરેલુ વીજ જોડાણના મીટરો પર જૂની રૂા. ૧૦/- ડિપોઝીટ સામે નવી ડિપોઝીટની રકમ રૂા. ૩૫૦૦/- અને જૂની રૂા. ૫/- ડિપોઝીટ સામે રૂા. ૭૦૦૦/- જેટલી જંગી નવી ડિપોઝીટની રકમ એટલે ૩૫૦ ટકાથી વધારેઃ ડૉ. હિમાંશુ પટેલ
ગુજરાત રાજ્યમાં ૨૪ કલાક વિજળીની પોકળ વાતો કરતી સરકાર દ્વારા ભ્રષ્ટાચાર આચરીને ખૂબ જ નબળી ગુણવત્તાવાળા નવાં મીટરો લગાવી પ્રજા સાથે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. જ્યારે દિવસમાં ૬ વખત થતાં ટ્રીપીંગનાં કારણે જીવનજરૂરી વસ્તુઓને થઈ રહેલાં નુકસાન ઉપરાંત જીઈબી દ્વારા ખોટાં કેસો કરી નાણાંકીય દંડની સાથે બોગસ ચાર્જ લગાવી મોંઘવારીનાં સમયમાં પ્રજાને આર્થિક ઝટકા આપી રહી હોવા સામે કોંગ્રેસે આક્રોશ વ્યક્ત કર્યો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો