ગ્રામ મિત્રથી લઈ કોમ્પ્યુટર સાહસિક જેવી અનેક યોજનાઓ બંધ : 12-08-2017

  • ગ્રામ મિત્રથી લઈ કોમ્પ્યુટર સાહસિક જેવી અનેક યોજનાઓમાં નોકરી છીનવી લઈ યુવાનોને રોજગારમુક્ત કરતી ભાજપ સરકાર
  • બે દશકાથી જાહેર કરાતી ચૂંટણીલક્ષી યોજનાઓમાં આજે યુવાનોને લઘુત્તમ વેતન પણ મળતું નથી, આ કર્મચારીઓને કાયમી કરોઃ ડૉ. હિમાંશુ પટેલ

પ્રજાની સમસ્યાઓ ભુલી જઈને કોંગ્રેસનાં ધારાસભ્યોના ખરીદ – વેચાણમાં ઓતપ્રોત બનેલી ભાજપ સરકારે ગુજરાતનાં યુવાનોને રોજગારમુક્ત કરી દીધાં છે. ભાજપ સરકારે છેલ્લાં બે દશકામાં જાહેર કરેલી યુવા રોજગારી માટેની યોજનાઓમાં ગ્રામમિત્રો, મહેસૂલ તલાટી, કોમ્પ્યુટર સાહસિક, ઈ-વિશ્વગ્રામ, પોલીસ મિત્ર, લોકરક્ષક, ઔદ્યોગિક સુરક્ષા જવાન વગેરે ક્યાંય ભુલાઈ ગયાં હોવાનું જણાવતાં કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે આવી યોજનાઓનાં તમામ યુવાનોને કાયમી કરી સરકારી કર્મચારીઓને મળતા તમામ હક્કો – લાભ તાત્કાલીક આપવા અનુરોધ કર્યો છે

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note