ગ્રામ્ય વિસ્તારની સરકારી શાળાઓ બંધ કરવાના અવિચારી નિર્ણયને ગુજરાતના હિત માટે તાત્કાલીક રદ કરવા બાબત. : 02-12-2020

ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી સરકારી અને ગ્રાન્ટેડ શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરવાની રાજ્ય સરકાર નિતી રીતી હોય તે રીતે એક પછી એક પગલા ભરી રહી છે. સરકારી અને ગ્રાન્ટેડ શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષકોની નિમણૂંકોમાં અતી વિલંબ કરવામાં આવે છે. સાથોસાથ ગ્રાન્ટેડ સંસ્થાઓના માળખાને તોડી નાખવા માટે આ સંસ્થાઓમાં અવસાન, નિવૃત્તી સહિત ખાલી પડેલી જગ્યાઓ પર નિમણૂંક અંગે મંજુરી કે કાર્યવાહી શિક્ષણ વિભાગ કરી રહ્યો નથી. ગ્રાન્ટેડ સંસ્થાઓને ફરજીયાત સેલ્ફ-ફાઈનાન્સ વર્ગો શરૂ કરવા અને ક્રમશઃ ગ્રાન્ટેડ વર્ગો બંધ કરવા આયોજન બધ્ધ રીતે શિક્ષણ વિભાગ દબાણ કરીને  શિક્ષણના વેપારીકરણ-ખાનગીકરણને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

cm – 02-12-2020