ગ્રામોદય અને ભારત ઉદયની જાહેરાત કરનાર ભાજપ સરકારે પંચાયતી રાજની અવદશા કરી છે. : 23-04-2016

  • ગ્રામોદય અને ભારત ઉદયની જાહેરાત કરનાર ભાજપ સરકારે પંચાયતી રાજની અવદશા કરી છે.

ગ્રામોદય થી ભારત ઉદય યાત્રા અને ૨૪મી એપ્રિલ પંચાયત દિવસે રાજ્ય સરકાર ગ્રામસ્વરાજ અને પંચાયતીરાજનું વિકેન્દ્રીકરણ સાચા અર્થમાં કરે તેવી માંગ કરતાં ગુજરાત રાજ્ય પંચાયત પરિષદના ઉપપ્રમુખશ્રી હરિભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, દેશમાં પંચાયતીરાજ વ્યવસ્થાની કામગીરી સંદર્ભે હાલમાં ભારત સરકારના પંચાયત મંત્રાલય તરફથી અહેવાલ પ્રસિધ્ધ કરવામાં આવ્યો જેમાં રાજ્યનું પંચાયતીરાજ ક્ષેત્ર કામગીરી અત્યંત કંગાળ રહેળ છે અને દેશમાં ૧૮માં ક્રમે આવે છે જે દર્શાવે છે કે, રાજ્યની પંચાયતીરાજ ક્ષેત્ર કામગીરી ઘણી નબળી છે. રાજ્યમાં ગ્રામીણ શિક્ષણની સ્થિતિ અત્યંત ખરાબ છે. છેલ્લા ૨૦ વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા સતત પ્રાથમિક શિક્ષણ સમિતિની કામગીરી ધ્યાને લેવામાં આવી નહીં અને રાજ્ય દ્વારા પ્રથામિક શિક્ષણની જવાબદારીમાંથી મુક્ત થવા માટે ખાનગી ક્ષેત્ર કામગીરી કરતી સંસ્થાઓને વધુને વધુ પ્રોત્સાહન આપવામાં આવ્યું જેને કારણે ગ્રામીણ શિક્ષણ તંત્ર હાલમાં ખૂબ જ નાજુક હાલતમાં મૂકાઈ ગયેલ છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note