“ગૌ હત્યા” “ગૌ રક્ષા” ના નામે ભાજપ સરકારની બનાવટી વાતો અંગે મોદી શાસન ભાજપ શાસનની સત્ય હકીકતો : 08-08-2016
ચૂંટણી સમયે “ગૌ હત્યા” “ગૌ રક્ષા” ના નામે ભાજપ સરકારની બનાવટી વાતો અંગે મોદી શાસન ભાજપ શાસનની સત્ય હકીકતો પ્રજા સમક્ષ રજૂ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ શાસકોને ચૂંટણી સમયે “ગૌ હત્યા” ““ગૌ વંશ હત્યા” અંગે મોટે મોટેથી બોલીને ‘મતની ખેતી’ અને ચૂંટાયા બાદ‘યુ ટર્ન’ માં ભાજપ સરકાર માહીર છે. ‘મોદી શાસન’ ના ૧૪ વર્ષમાં ગુજરાતના મોટા ભાગના ગામોમાંથી ગૌચરોની કરોડો ચો.મી. જમીન ગાયબ થઈ ગઈ છે. ભાજપ નો ચૂંટણી પહેલા અને સત્તા મેળવ્યા બાદની નિતિ અને નિયતમાં આસમાન જમીનનો ફર્ક છે. રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષના ૬૬ થી વધુ ગેરકાયદેસર કતલખાના પકડાયા અને ન પકડાયેલાની સંખ્યા અનેક છે. છેલ્લા પાંચ વર્ષથી ૨૪૧૭૨ કિ.ગ્રા. ગૌ માસ પકડાયું છે. હજારો કિ.ગ્રા. ગૌ માંસની બેરોકટોક હેરાફેરી થઈ રહી છે. ગાંધીનગરમાં બેઠેલી ભાજપ સરકાર સબ સાલમતની વાતો કરી રહી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો