ગૌશાળામાં ઘાસચારાની મોટાપાયે તંગી અને રાજ્ય સરકારની અસંવેદનશીલતા અંગે : 07-05-2018
ગૌશાળામાં ઘાસચારાની મોટાપાયે તંગી અને રાજ્ય સરકારની અસંવેદનશીલતા અંગે છેલ્લા ઘણાં સમયથી ગાયોને ઘાસ મળે તે માટે લડત ચલાવતા ગૌશાળા-પાંજરાપોળની કોંગ્રેસ પક્ષના પૂર્વ સાંસદશ્રી જગદીશભાઈ ઠાકોરના નેતૃત્વમાં ધારાસભ્યશ્રી મહેશ પટેલ, શીવાભાઈ ભુરીયા, ગેનીબેન ઠાકોર, નાથાભાઈ પટેલ, કાન્તીભાઈ ખરાડી, પૂર્વ ધારાસભ્યશ્રી ગોવાભાઈ દેસાઈ, મહેન્દ્રસિંહ બારૈયા અને જિલ્લા કોંગ્રેસ સમિતના પ્રમુખશ્રી દિનેશભાઈ ગઢવી સહિતના આગેવાનોએ આજરોજ ડીસા પાંજરાપોળ ખાતે રૂબરૂ મુલાકાત લઈ સ્થાનિક પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણાં કરી હતી. ગૌશાળા-પાંજરાપોળના આગેવાનો સાથે મુલાકાત બાદ કોંગ્રેસ પક્ષના પ્રતિનિધી મંડળે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રીને રૂબરૂ મળીને ગાયમાતા અને મૂંગા પશુધન માટે તાત્કાલિક ઘાસચારો ઉપલબ્ધ થાય તે માટે વહીવટી તંત્ર સંવેદનશીલ બને તેવી રજૂઆત કરી હતી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો