ગૌરવ કૂચ કરવાને બદલે અછતગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતો અને ગ્રામીણ પ્રજાની બેહાલી દૂર કરવા ભાજપ સરકાર કૂચ કરે : 06-04-2016

  • દુષ્કાળની પરિસ્થિતિમાં ઉત્સવો અને ઉજવણીના તાયફા બંધ કરવા કોંગ્રેસની માંગ
  • ગૌરવ કૂચ કરવાને બદલે અછતગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતો અને ગ્રામીણ પ્રજાની બેહાલી દૂર કરવા ભાજપ સરકાર કૂચ કરે – ડૉ. હિમાંશુ પટેલ

ગુજરાત રાજ્યમાં ખાસ કરીને કચ્છ – સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના 1000 જેટલા ગામડાઓમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે આગામી બે મહિનામાં સર્જાનારી વિષમ પરિસ્થિતિના કારણે ખેડૂતો આત્મહત્યા તરફ ધકેલાય નહીં તેવું સત્વરે આયોજન કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ઉત્સવો અને ઉજવણીમાં રચ્યા પચ્યા રહી બે મહિનાના વિલંબ બાદ ગુજરાતના 600 જેટલા ગામડાઓમાં અર્ધ અછતની પરિસ્થિતિ જાહેર કરવામાં આવી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note