ગૌરક્ષા અને વિકાસના નામે ભાજપ જ રાજકારણ રમે છે – કોંગ્રેસ : 23-07-2016

  • ગૌરક્ષા અને વિકાસના નામે ભાજપ જ રાજકારણ રમે છે – કોંગ્રેસ
  • સામાજિક જાગૃતિથી ભાજપના ભ્રામક વિકાસનો ફુગ્ગો ફુટી જતાં બેબાકળા બનેલા મુખ્યમંત્રી અને ભાજપ દ્વારા બેફામ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે – ડૉ. હિમાંશુ પટેલ

ઉનામાં દલિતો પર થયેલા અમાનુષી અત્યાચાર અંગે અન્ય પક્ષો ઉપર રાજકારણ રમવાનો આક્ષેપ કરનાર મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીની સરકારે છેલ્લા બે દશકામાં દલિતો કે પાટીદાર જ નહીં, પરંતુ એકપણ સમાજને ન્યાય આપ્યો નથી ત્યારે સામાજિક જાગૃતિથી ભાજપના ભ્રામક વિકાસનો ફુગ્ગો ફુટી જતાં સત્તા જાળવવા માટે બેબાકળો બનેલો ભાજપ નારાજ થયેલા તમામ સમાજ અને વર્ગોને ફોસલાવવા માટે હવાતિયા મારી રહ્યો હોવાનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note