ગોઝારા અકસ્માતમાં જીવ ગુમાવનારને શ્રધ્ધાસુમન : 06-03-2018
બોટાદના રંધોળા પાસે જાનૈયાઓને લઈ જઈ રહેલ ટ્રક રંધોળા નદીના બ્રીજ પરથી નીચે ખાબકતાં થયેલ ગમખ્વાર અકસ્માતમાં ૩૦ નાગરીકો મોત તેમાં ખાસ કરીને મહિલા અને બાળકોએ જીવ ગુમાવ્યા છે. ગમખ્વાર અકસ્માતમાં જીવ ગુમાવનાર પ્રત્યે દુઃખ વ્યક્ત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી પરેશ ધાનાણી એ જણાવ્યું હતું કે, ગોઝારા અકસ્માતને કારણે ૩૦ જેટલા નાગરિકોના મોત થયા છે. જેમાં મહિલા અને બાળકોનો મોટા પ્રમાણમાં સમાવેશ થાય છે. ગોઝારા અકસ્માતમાં જીવ ગુમાવનારને શ્રધ્ધાસુમન અર્પણ કરીને તેમના પરિવાર પ્રત્યે કોંગ્રેસ પક્ષ ઉંડી સંવેદના વ્યક્ત કરે છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો