ગોંડલ તાલુકાના થોરાળા ગામે દલિત યુવાનોએ હતાશા-નિરાશા-આક્રોશમાં આવી જઈને ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવવાનો પ્રયત્ન : 18-07-2016

ઉના તાલુકાના સમઢિયાળા ગામમાં દલિત યુવાનો પર જાહેરમાં થયેલ અત્યાચાર-અમાનુષી સામે ભાજપ સરકાર અને સ્થાનિક પોલીસ તંત્ર – વહીવટી તંત્રે નક્કર પગલાં ન લેવાના કારણે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના થોરાળા ગામે પાંચ દલિત યુવાનોએ અને જામકંડોરણાના વધુ બે દલિત યુવાનોએ હતાશા-નિરાશા-આક્રોશમાં આવી જઈને ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે આ યુવાનોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તાત્કાલિક અસરથી દલિત યુવાનોની ખબર-અંતર પૂછવા માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે મુલાકાત લેશે અને સમગ્ર ઘટનાની વિગતો મેળવશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note