ગેસ સીલીન્ડરમાં 50 રૂપિયાનો ફરી એક વખત વધારો : 08-05-2022
ગેસ સીલીન્ડરમાં 50 રૂપિયાનો ફરી એક વખત વધારો ઝીકીને ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગને જીવન જીવવુ મુશ્કેલ બનાવી દેનાર ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કેન્દ્રની ભાજપ સરકારે ગેસ સબસીડી ખતમ કરી દીધી છે. કેન્દ્રમાં કોંગ્રેસની સરકારે વર્ષ 2012-13માં દેશની જનતાને રાહત આપવા માટે ગેસ સીલીન્ડર (એલ.પી.જી.) માં સબસીડી રૂ. 39,558 કરોડ આપી હતી. વર્ષ 2013-14માં કોંગ્રેસ સરકારે રૂ. 46,458 કરોડની સબસીડી આપીને જનતાને રાહત આપી હતી જે મોદી સરકારે 2015-16માં 18 કરોડ અને વર્ષ 2016-17માં સબસીડી શૂન્ય કરી દીધી. રાંધણ ગેસ સીલીન્ડરના અઢીગણા ભાવ વસુલીને ભાજપા સરકાર સતત સિસ્ટમ લૂટ ચલાવી રહી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો