ગેસ – ડીઝલ – પેટ્રોલ માં ઊઘાડી લૂંટ કરતી ભાજપ સરકાર ભાવ વધારો પાછો ખેંચે. : 01-07-2021
- ગેસ – ડીઝલ – પેટ્રોલ માં ઊઘાડી લૂંટ કરતી ભાજપ સરકાર ભાવ વધારો પાછો ખેંચે.
- રાંધણગેસમાં ૨૫ રૂપિયા જેટલો માતબર વધારો ઝીંકીને મોંઘવારીમાં પારાવાર મુશ્કેલી અનુભવતા પરિવારોને વધુ એક માર
રાંધણગેસના સીલીન્ડરમાં નવેમ્બર – ૨૦૨૦માં ૫૯૪ રૂપિયાની સામે ૧લી જુલાઈ – ૨૦૨૧માં ૮૩૪ રૂપિયા એટલે કે સાત મહિનામાં ૨૪૦ રૂપિયા જેટલો ભાવ વધારો ઝીંકીને સામાન્ય – મધ્યમવર્ગના પરિવારને જીવન જીવવાનું મુશ્કેલ બનાવી દીધુ છે ત્યારે ગેસ – ડીઝલ – પેટ્રોલ માં ઊઘાડી લૂંટ કરતી ભાજપ સરકાર ભાવ વધારો પાછો ખેંચે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો