“ગુરૂજન પૂજન” કાર્યક્રમ અંગે વિગતો આપતા નિશિત વ્યાસ : 29-07-2015
કોંગ્રસ પક્ષ દ્વારા શહેર/જીલ્લા કક્ષાએ “ગુરૂજન પૂજન” કાર્યક્રમ અંગે વિગતો આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રસ સમિતિના મહામંત્રી અને પ્રવક્તાશ્રી નિશિત વ્યાસે જણાવ્યું હતું કે, આગામી તા.૩૧/૦૭/૨૦૧૫, શુક્રવારના રોજ ગુરૂ પૂર્ણિમાના પર્વ નિમિત્તે પ્રત્યેક ૩૩ જીલ્લા અને ૮ મહાનગરપાલિકા કક્ષાએ સ્થાનિક વિવિધ સંપ્રદાય/ધર્મના ગુરૂદેવોનું “ગુરૂજન પૂજન” કરવાનો કાર્યક્રમ યોજવામાં આવશે. એન.એસ.યુ.આઈ. અને યુવક કોંગ્રેસ સ્થાનિક શાળા, કોલેજ અને શૈક્ષણિક સંસ્થામાં મુલાકાત લઈ “ગુરૂજન પૂજન” કાર્યક્રમની ઉજવણી કરશે. ભારતીય સંસ્કૃતિમાં ગુરૂનું મહત્વ ઘણું રહ્યું છે તેથી ગુરૂનું પૂજન કરવું એ આપણી સંસ્કૃતિ અને ફરજ છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note