ગુનાખોરીના આંકમાં ગુજરાત ગતિશીલ છે : ભરતસિંહ સોલંકી
રાજ્યની કાયદો-વ્યવસ્થા, શિક્ષણ, બેરોજગારી, ખેડૂતો, યુવાનો, વેપારીઓ સહિત સમાજના તમામ વર્ગોની મુશ્કેલીઓ નિવારવામાં ભાજપ સરકારની નિષ્ફળતા અંગે ૨૭મીએ કોંગ્રેસ ગાંધીનગરમાં શાંતિપૂર્ણ રીતે ધરણાં યોજીને રાજ્યપાલને આવેદન સુપરત કરશે. રાજ્ય સરકારની નિષ્ફળતાના વિરોધમાં અગાઉ વિધાનસભાને ઘેરાવ કરવાની વિચારણા કરાઈ હતી પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં વાતાવરણ ડહોળાય નહીં તેવા હેતુથી આગામી ૨૬મીથી શરૂ થઈ રહેલા વિધાનસભાના ટૂંકા સત્રમાં સરકારને ઘેરવાનો નિર્ણય લેવાયો છે.
અમદાવાદમાં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સહિતના પ્રદેશના આગેવાનોની બેઠકમાં વિધાનસભા અને લોકસભામાં બિનલોકતાંત્રિક રીતે વિરોધપક્ષને સસ્પેન્ડ કરવા, ટૂંકું સત્ર બોલાવવા સહિતના વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પ્રદેશ પ્રમુખે જણાવ્યું કે, ગુનાખોરીના આંકમાં ગુજરાત ગતિશીલ છે.
http://navgujaratsamay.indiatimes.com/ahmedabad/politics/-/articleshow/48548347.cms