ગુજસીટોક વિધયેકને મંજૂરી ન આપવા માટે મહામહીમ રાષ્ટ્રપતિશ્રી સમક્ષ રૂબરૂ રજૂઆત

જમીન ટોચ મર્યાદા કાયદામાં ફેરફાર વિધેયક અને  નાગરિકોના મૂળભૂત અધિકારોને છીનવતુ,પોલીસને બેફામ સત્તા આપતું  ગુજસીટોક  વિધયેકને  મંજૂરી  ન  આપવા  માટે  મહામહીમ  રાષ્ટ્રપતિશ્રી સમક્ષ તા. 3/10/2015 શનિવારે કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધી મંડળ રૂબરૂ રજૂઆત કરશે.

 

ગુજરાતની જીદ્દી, અહંકારી ભાજપ સરકાર બહુમતીના જોરે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બક્ષીપંચ સહિતના ગરીબ વર્ગને વર્ષોથી આપવામાં આવતી જમીન બારોબાર પોતાના મળતીયા ઉદ્યોગપતિઓને પધરાવી દેવા માટે પસાર કરેલ જમીન ટોચ મર્યાદા કાયદામાં ફેરફાર વિધેયક અને  નાગરિકોના મૂળભૂત અધિકારોને છીનવતુ,પોલીસને બેફામ સત્તા આપતું ગુજસીટોક વિધયેકને મંજૂરી ન આપવા માટે મહામહીમ રાષ્ટ્રપતિશ્રી સમક્ષ તા. 3/10/2015 શનિવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલાના નેતૃત્વમાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ રાષ્ટ્રપતિશ્રીને વિનંતી કરશે.

 

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note Press Note