ગુજરાત સરકારે આજે કપાસ અને મગફળીના ટેકાના ભાવો જાહેર… : 28-10-2015
ગુજરાત સરકારે આજે કપાસ અને મગફળીના ટેકાના ભાવો જાહેર કર્યા છે તે આજની કારમી મોંઘવારીના સમયમાં અપર્યાપ્ત અને ખેડૂતોને હળાહળ અન્યાયકર્તા હોવાનું જણાવતાં ગુજરાત પ્રદેશ કિસાન-ખેત મજદૂર કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ સાંસદશ્રી વિરજીભાઈ ઠુમ્મરે સરકારને દેવાના બોજા હેઠળ દબાયેલા ખેડૂતોનું શોષણ બંધ કરવાની હિમાયત કરતાં કપાસ અને મગફળીના ટેકાના ભાવોની પુન:સમીક્ષા કરવા જણાવ્યું છે. શ્રી વિરજીભાઈએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાને ચુંટણી સમયે ખેડૂતોને કપાસ અને મગફળીના ૧૫૦૦/- રૂ. ભાવોના સપનાઓ દેખાડી ખેડૂતોના મત મેળવ્યા ખેડૂતોને અન્યાય…. અન્યાયની ખોટી બુમો પડી ઉશ્કેર્યા હતા અને છેતર્યા છે એ આજે સરકારે જાહેર કરેલા ટેકાના ભાવો ઉપરથી ફલિત થાય છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો