ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણી અનુલક્ષી ગુજરાત કોંગ્રેસ પક્ષના ડીઝીટલ કેમ્પેઈન : 18-08-2022
ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણી અનુલક્ષી ગુજરાત કોંગ્રેસ પક્ષના ડીઝીટલ કેમ્પેઈન, આઉટ ડોર કેમ્પેઈન, ઈલેક્શન કેમ્પેઈન, મેનીફેસ્ટો કેમ્પેઈન ‘બોલો સરકાર’ ને પત્રકાર પરિષદમાં ખુલ્લુ મુકતા રાજસ્થાનના યશસ્વી મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત કોંગ્રેસના સીનીયર નિરિક્ષકશ્રી અશોક ગેહલોતજીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૨૭ વર્ષથી ભાજપ સરકારના શાસનમાં શિક્ષણની અધોગતિ થઇ છે. શિક્ષણમાં શ્રેત્રે પાછળ ધકેલાઈ રહ્યું છે. ભાજપ સરકાર ૬૦૦૦થી વધુ સરકારી શાળાઓને મર્જરના નામે તાળા મારી રહી છે જેના લીધે શિક્ષણ નો અધિકાર છીનવાશે, ગ્રામ્ય વિસ્તારની કન્યાઓ શિક્ષણથી વંચિત રહેશે. રાજસ્થાનની કોંગ્રેસ સરકાર દ્વારા મૂળભૂત અધિકાર શિક્ષણ માટે સુસજ્જ, ગુણવતા યુક્ત “મહાત્મા ગાંધી ઈંગ્લીશ મીડીયમ”ની ૧૨૦૦ શાળાઓ ખોલવામાં આવી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો