ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શ્રી અમિત ચાવડા : 29-01-2023
- સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને જે નુકસાન થયું હોય તેનો તાત્કાલિક સર્વે કરાવીને તેઓને તેમના ખેતરમાં વાવેલ એકર પ્રમાણે વળતર આપવામાં આવે. – અમિત ચાવડા
ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શ્રી અમિત ચાવડાએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે અત્યારે ભર શિયાળે સમગ્ર ગુજરાતના 10 થી વધારે જિલ્લાઓમાં કરા સાથે માવઠા પડી રહ્યા છે અને આગામી બે દિવસની અંદર 15 જિલ્લાઓમાં માવઠાની આગાહી છે ખાસ કરીને આવા સમયે સૌથી વધારે નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે. આ માવઠાથી ખેડૂતોના પાક અને વાવેલા દાણ નિષ્ફળ જઈ રહ્યા છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો