ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ લોકપ્રશ્નોને વાચા આપશે : શંકરસિહ વાઘેલા

ગુજરાત વિધાનસભામાં Congress માનનીય રાજ્યપાલના પ્રવચન, ભાજપના ભ્રષ્ટાચારના મુદ્દા, આર્થિક અનામત અંગે પ્રાઈવેટ મેમ્બર બીલ, સૌરાષ્ટ્રમાં પીવાના પાણી અને અછતના પ્રશ્નો, રાજ્યમાં કથળી ગયેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ, ગરીબ, આદિવાસી, દલિત, બક્ષીપંચ, અન્ય પછાત વર્ગ અને ગ્રામીણ તેમજ શહેરી પ્રજાને અસર કરતા મોંઘવારી સહીતના અનેક મુદ્દાઓને વિધાનસભા ગૃહમાં ઈસ્યુ બેઈઝ સ્ટ્રેટજી બનાવીને ઉઠાવીશું તેમ વિધાનસભાવિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બજેટ સત્ર અગાઉ વિવિધ સમાજો અને વિસ્તારોના પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા કરીને વિધાનસભા ગૃહમાં પ્રશ્નો રજૂ કરવામાં આવશે. તાજેતરમાં ગુજરાત વિધાનસભા ગાંધીનગર ખાતે યોજાયેલ ઓલ ઈન્ડીયા સ્પીકર કોન્ફરન્સમાં લોકસભાના સ્પીકર શ્રીમતી સુમિત્રા મહાજનની ઉપસ્થિતિમાં દરેક રાજયોમાં વિધાનસભાનું સત્ર ૬૦ દિવસ બોલાવવું જોઈએ તેવો ઠરાવ કરેલ હોવા છતાં ગુજરાતની ભાજપ સરકારે તેમ નહીં કરીને માત્ર ર૮ બેઠકો અને ર૬ દિવસનું સત્ર બોલાવેલ છે, જે ગત વિધાનસભાના બજેટ સત્ર કરતાં પણ એક દિવસ ઓછું બોલાવીને પ્રજાના સામાજિક-આર્થિક પ્રશ્નોની રજૂઆતો અંગેનો અવકાશ ઘટાડયો છે. વિધાનસભાનું બજેટ સત્ર ઓછામાં ઓછું ૪૦ દિવસનું કરવામાં આવે તેવી પણ ઉગ્ર રજૂઆત કરીશું.

http://www.vishvagujarat.com/gujarat-congress-give-voice-of-public-problem-in-budget-session/