ગુજરાત વાહન વ્યવહાર નિગમ દ્વારા ખાનગી માલિકો પાસેથી ભાડે લીધેલી બસો પૈકી ફકત અન્યો રાજયોમાં જતી બસોમાં…. : 03-05-2019
ગુજરાત વાહન વ્યવહાર નિગમ દ્વારા ખાનગી માલિકો પાસેથી ભાડે લીધેલી બસો પૈકી ફકત અન્યો રાજયોમાં જતી બસોમાં ફકત ગુજરાત વિસ્તારના ભાડાની રકમમાં ૨૫% ડીસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાત ખાનગી ઓપરેટર ચાર્ટડ સ્પીડ પ્રા. લી. કંપનીના માલિક શ્રી પંકજ ગાંધી અને અન્ય ને કમાવી આપવા માટેની જાહેરાત ગેરકાનુની રીતે કરવામાં આવી છે, કેમ કે તા.૧૮-૨-૨૦૧૨ના રાજ્ય સરકારના નોટીફીકેશન મુજબ ૧૦% સુધી ભાડામાં વધારો-ઘટાડો કરવાની સત્તા ઓથોરીટી આપી શકે છે તેમ છતાં ખાનગી ઓપરેટર ચાર્ટડ સ્પીડ પ્રા. લી. અને અન્યો ખાનગી કંપનીઓને કમાવી આપવા માટે ૨૫% ભાડુ ઘટાડવાનો નિર્ણય એસ.ટી. નિગમના ઉચ્ચ અધિકારીઓ દ્વારા લેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકત્તા ડૉ. મનીષ એમ. દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો