ગુજરાત રાજ્યમાં દિવસે દિવસે કોરોનાનું સંકટ ઘેરાતું જાય છે ત્યારે રાજ્યમાં કોરોના સામે સુસજ્જ થઈ લડી : 29-05-2020
ગુજરાત રાજ્યમાં દિવસે દિવસે કોરોનાનું સંકટ ઘેરાતું જાય છે ત્યારે રાજ્યમાં કોરોના સામે સુસજ્જ થઈ લડી કોરોનાને રોકવાની જગ્યાએ ભાજપ સરકાર કોરોના સંક્રમિત લોકોનો આંકડો છુપાવવામાં વ્યસ્ત છે ત્યારે ભાજપ સરકારની બિનલોકતાંત્રિક વહીવટ પર આકરા સવાલ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્યપ્રવકતા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે “કોરોના મહામારી સામેની આ લડાઈમાં “ટેસ્ટીંગ અને સંક્રમીતોની માહિતી” એ બંને મહત્વનાં પરિબળ છે ત્યારે ભાજપ સરકાર ગુજરાતનાં નાગરિકનો “માહિતીનો અધિકાર” જે લોકતાંત્રિક અધિકાર પણ છે તે કેમ છીનવી રહી છે? ગુજરાતમાં રોગચાળાને લગતી માહિતી અંગેની આટલું અંધારપટ શું કામ ? શું ભાજપ સરકાર કોરોના મહામારી સામે લડવામાં સદંતર નિષ્ફળતા નીવડી છે ? ગુજરાતની ભાજપ સરકારે “કોરોના મહામારીમાં આંકડાઓ છુપાવવા માટે પ્રયત્ન કરવા કરતાં પ્રામાણિક હોવું જરૂરી છે” મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ જવાબદારી સ્વીકારી સાચી માહિતી લોકો સમક્ષ પ્રમાણિકતાથી મૂકાવી જોઈએ.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો