ગુજરાત રાજ્યના ૨૦૧૬-૧૭ ના વર્ષનું રજુ થયેલ બજેટ પર પ્રતિક્રિયા આપતા ભરતસિંહ સોલંકી : 23-02-2016

ગુજરાત રાજ્યના ૨૦૧૬-૧૭ ના વર્ષનું રજુ થયેલ બજેટ પર પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારે રજુ કરેલ બજેટ આંકડાની માયાજાળ, નાગરિકો પર અસહ્ય દેવું વધારનારું, અસામાનતા વધારનારું અને પ્રજા સાથે વચનભંગ કરનારું છે. વિધાનસભાની ચૂંટણી-૨૦૧૨ ના સમયે ૫૦ લાખ એફર્ડેબલ હાઉસીંગ જાહેરાત કરનાર ભાજપ શાસનમાં સામાન્ય અને મધ્યમવર્ગને ઘરનું ઘર મળે તે એક સપનું બની ગયું છે. રાજ્યના નાગરિકો અને ખાસ કરીને શહેરી સામાન્ય અને મધ્યમવર્ગ માટે આશીર્વાદરૂપ હાઉસીંગ બોર્ડ ભાજપ સરકારની નીતિના કારણે મળતિયા બિલ્ડરો માટે કમાણીનું સાધન થઈ ગયું છે પરિણામે શહેરી નાગરિકો ઘરના ઘર વિના પરેશાની વેઠી રહ્યાં છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note