ગુજરાત રાજયના ખેતી નિયામકશ્રીની કચેરીના પરિપત્ર ક્રમાક : 26-03-2022
- ખેતીવાડી ખાતાએ ખાનગી બીજ ઉત્પાદકોને પરિપત્ર કાઢી આડકતરો ઇસારો કર્યો કે “તમે જે હોય તે પડીકામા ભરો અને ખેડુતોને વેચો” અમે તમારામા આડા નહી આવીએ.- મનહર પટેલ
- રાજયમાં ખાનગી બીજ ઉત્પાદક કંપનીઓની સંશોધીત પાકની જાતો/હાઇબ્રીડ જાતોના સરકારમા રજીસ્ટ્રેશનની પ્રથા બંધ કરતો પરિપત્ર રાજ્ય સરકાર પરત ખેચે – મનહર પટેલ
ગુજરાત રાજયના ખેતી નિયામકશ્રીની કચેરીના પરિપત્ર ક્રમાક આઇક્યુ/સીડ-૨/૧૦૮૩૫-૧૦૮૮૧ / ૨૦૨૨ તા.૨૨.૦૨.૨૦૨૨ થી બહાર પાડવામા આવ્યો છે. તેમા ખેતીવાડી ખાતાના સંદર્ભમા જણાવ્યા મુજબ હાલમા જે રાજયમાં ખાનગી બીજ ઉત્પાદક કંપનીઓની સંશોધીત પાકની જાતો/હાઇબ્રીડ જાતોના રજીસ્ટ્રેશનની જે પ્રથા હતી તે બંધ કરવામાં આવેલ છે