ગુજરાત યુવા મોરચાના અધ્યક્ષ શ્રી ઋત્વિજ પટેલે ફરકાવેલા ઉંધા રાષ્ટ્રધ્વજનો ઉગ્ર વિરોધ : 12-08-2017
- ભાજપ અને રાષ્ટ્રધ્વજને સ્નાનસૂતકનો પણ સંબધ નથી. – ડૉ. હિમાંશુ પટેલ
ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના ‘ભારત જોડો સંકલ્પ યાત્રા’ ના કાર્યક્રમમાં ગુજરાત યુવા મોરચાના અધ્યક્ષ શ્રી ઋત્વિજ પટેલે ફરકાવેલા ઉંધા રાષ્ટ્રધ્વજનો ઉગ્ર વિરોધ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલ જણાવ્યું હતું કે, યુવા મોરચા અધ્યક્ષશ્રી ઋત્વિજ પટેલ દેશને શું સંદેશો આપવા માંગે છે તે સમજાતું નથી. આ ‘ભારત જોડો સંકલ્પ યાત્રા’ છે કે પછી ‘ભારત તોડો સંકલ્પ યાત્રા’ તે સ્પષ્ટ કરવું જોઈએ. ગુજરાતના ભાજપના યુવાનોએ થોડોક સમય કાઢી રાષ્ટ્રની ગુલામી અને એમાંથી મુક્ત કરતી આઝાદીની લડાઈનો ઈતિહાસ વાંચવાની ખાસ જરૂર છે. યુવા મોરચાના અધ્યક્ષશ્રી રાષ્ટ્રધ્વજ ઉંધો ફરકાવે એમાં એમનો વાંક નથી. કારણ કે ભાજપની માતૃ અને પિતૃ સંસ્થાઓ હિન્દુ મહાસભા, જનસંઘ, આર.એસ.એસ. કે પછી કોઈ પણ ભગીની સંસ્થાનો દેશની આઝાદીની લડાઈમાં કોઈ રોલ નથી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો