ગુજરાત યુનીવર્સીટી સ્નાતક, અનુસ્નાતક કક્ષાના પ્રમાણપત્ર માટે લાખો રૂપિયા ફી ના નામે વિદ્યાર્થીઓ પાસે લુંટ : 03-08-2015
ગુજરાતની મોટામાં મોટી યુનીવર્સીટી ગુજરાત યુનીવર્સીટીમાં વિશેષ પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓ પદવીદાનના દિવસે પ્રમાણપત્ર લીધા વિના વિલા મોઢે પાછા ફર્યા હતા. જેના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સમગ્ર બાબતમાં મહિનાઓ અગાઉ ફી ભરી હોવા છતાં પદવી મેળવવા ઈચ્છુક વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને યુનીવર્સીટીમાંથી યોગ્ય જવાબ મળતો નથી. અમદાવાદ શહેર જીલ્લા એન.એસ.યુ.આઈ.ના ઉપપ્રમુખ ભાવિક સોલંકીએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત યુનીવર્સીટી સ્નાતક, અનુસ્નાતક કક્ષાના પ્રમાણપત્ર માટે લાખો રૂપિયા ફી ના નામે વિદ્યાર્થીઓ પાસે લુંટ ચલાવે છે અને વિદ્યાર્થીઓને સમય પ્રમાણે સ્નાતક, અનુસ્નાતક કક્ષાનું પ્રમાણપત્ર તૈયાર થતા નથી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો