ગુજરાત યુનીવર્સીટી દ્વારા બી.કોમ., બી.બી.એ., બી.સી.એ., એમ.બી.એ…14-07-2015
ગુજરાત યુનીવર્સીટી દ્વારા બી.કોમ., બી.બી.એ., બી.સી.એ., એમ.બી.એ. અને એમ.એસ.સી.આઈ.ટી. આમ કુલ પાંચ અભ્યાસક્રમ માટે ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા અમલ કરવામાં આવી છે. અમલીકરણ માટે દરેક વિદ્યાર્થી પાસેથી રૂ.૧૫૦/- ફોર્મ ફી પેટે લેવામાં આવ્યા હતા. આમ યુનીવર્સીટી માત્ર પ્રવેશ ફોર્મના વેચાણમાંથી જ રૂ. ૩૭,૫૦,૦૦૦/- જેટલી માતબર રકમ એકત્ર કરી છે. બીજી બાજુ વિદ્યાર્થીઓની હેરાનગતિમાં જોઈએ તેવો ઘટાડો થયો નથી. ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓએ જે તે કોલેજમાં ફરજીયાત ફી ભરી દેવાનો યુનીવર્સીટીના સત્તાવાળાના નિર્ણયને કારણે મોટા ભાગની કોલેજોએ રૂ.૧૫૦૦/- થી રૂ.૨૦૦૦/- જેટલી રકમ વિદ્યાર્થીઓ પાસેથી વિવિધ બહાના હેઠળ સામાન્ય અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા વસુલીને પરત ન આપવાની નીતિનો વિરોધ કરતા એન.એસ.યુ.આઈ.ના અમદાવાદ શહેર જીલ્લા ઉપપ્રમુખશ્રી ભાવિક સોલંકી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note