ગુજરાત યુનીવર્સીટીનું વ્યાપમને વટી જાય તેવું કરોડો રૂપિયાનું ગુણ વધારા કૌભાંડ : 28-07-2015

ગુજરાત યુનીવર્સીટીમાં છેલ્લા એક વર્ષમાં કુલપતિ એમ.એન.પટેલ, રજીસ્ટ્રાર એચ.સી.પટેલે ગુજરાત યુનીવર્સીટીના ઈતિહાસમાં ક્યારેય કોઈએ વિચાર્યું ન હોય તેમ ભાજપના ઈશારે કામ કરી ગુજરાત યુનીવર્સીટીની આબરૂ ઘટાડી છે. ગુજરાત યુનીવર્સીટીના ઇતિહાસમાં ક્યારેય ન બન્યું હોય તેવું આ વહીવટકર્તાએ સત્તાના મદમાં અને ભાજપના ઈશારે ગરીબ અને હોશિયાર વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દી સાથે રમત રમવાનું કૃત્ય કર્યું છે. ગુજરાત યુનીવર્સીટીના તાજેતરમાં બહાર આવેલા ગુણ વધારા કૌભાંડ તેનો પુરાવો છે. પૂર્વ કુલપતિ આદેશપાલના સમયમાં વગર ટેન્ડરે પોતાની અરજી ઉપર ભ્રષ્ટ્રાચારી ફાયનાન્સ એડવાઈઝરી કમિટીના સભ્ય સાથે સાંઠગાંઠ કરી “શ્રી” કોમ્પ્યુટર નૂપલ શાહે છેતરપીંડી કરી કરોડોનો કોન્ટ્રકટ મેળવેલ હતો.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note