ગુજરાત યુનીવર્સીટીની આશ્રમ રોડ પર આવેલી એચ.કે. આર્ટસ કોલેજમાં

ગુજરાત યુનીવર્સીટીની આશ્રમ રોડ પર આવેલી એચ.કે. આર્ટસ કોલેજમાં એમ.એ. સેમ.-૪ ના ૯૨ વિદ્યાર્થીઓને પેપર નં.૧૧ અને ૧૨ માં નાપાસ કરવામાં આવ્યા છે. જે અન્વયે કોલેજમાં લેવાયેલ વાઈવા અને પ્રોજેક્ટના માર્ક્સ યુનીવર્સીટીને મોકલવામાં આવ્યા ન હતા. જેના પગલે કોલેજની બેદરકારીના કારણે આ વિદ્યાર્થીઓને ગેરહાજર દર્શાવવામાં આવ્યા હતા જેથી તેમનું પરિણામ નાપાસ આવ્યું હતું. એન.એસ.યુ.આઈ. દ્વારા થોડા દિવસ અગાઉ પરીક્ષા નિયામકશ્રીને લેખિત આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. જે વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા છે તે તમામ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાની માંગણી કરવામાં આવી હતી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note