ગુજરાત યુનિવર્સિટી ખાતે એન.એસ.યુ.આઈ. દ્વારા યુનીવર્સીટીના રજીસ્ટ્રારને આવેદનપત્ર આપવામાં આવ્યું : 31-07-2015

આજ રોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે એન.એસ.યુ.આઈ. દ્વારા યુનીવર્સીટીના રજીસ્ટ્રારને  આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે, તા.૦૮/૦૬/૨૦૧૫ પરિપત્ર નં. એકેડેમિક/૨૦૬૭/૨૦૧૫ અન્વયે તમામ યુનીવર્સીટી સંલગ્ન કોલેજોના આચાર્યશ્રી/મેનેજીંગ ટ્રસ્ટીશ્રીઓને કરવામાં આવ્યા છે કે, જે વિદ્યાર્થી સેમ. ૧ અને ૨ પાસ કરેલ છે અને તેમણે નિયમાનુસાર એન.ઓ.સી. (NOC) ની જરૂર હોય તો એન.ઓ.સી. (NOC) આપવા માટે ફરજીયાત દર્શાવવામાં આવ્યું છે. તેમ છતાં “સરદાર વલ્લભભાઈ વાણિજ્ય મહાવિદ્યાલય (S.V.V.M.)” રીલીફ રોડ, પથ્થરકુવાના પ્રિન્સીપાલશ્રીએ વિદ્યાર્થીઓને સ્પષ્ટ પણે ના પાડી હતી. અને ગુજરાત યુનીવર્સીટીનું પરિપત્ર “પ્રિન્સીપાલશ્રી અનીતા સિન્હાને બતાવતા હાથમાંથી છીનવી ફેંકી દીધું હતું અને થાય તે કરી લેવાનું જણાવીને અમે કોઈ પરિપત્રમાં માનતા નથી” એવું જણાવવામાં આવ્યું હતું.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note