ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા કૌભાંડ એ દર વખતે બનતી ઘટના થઈ ગઈ છે
બી. કોમ, બી.બી.એ. બી.સી.એ. અભ્યાસક્રમમાં અભ્યાસ કરતાં ૧ લાખ કરતા વધુ વિદ્યાર્થીઓના ઈન્ટરનલ માર્ક ઉડી જવાની ઘટના પાછળ સમજી વિચારીને ગુણ સુધારા કૌભાંડ હોવાનો આક્ષેપ કરતાં અમદાવાદ શહેર-જિલ્લા એન.એસ.યુ.આઈ. ના ઉપપ્રમુખશ્રી ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા કૌભાંડ એ દર વખતે બનતી ઘટના થઈ ગઈ છે, તેમ છતાં ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો સુધરવાનું નામ લેતા નથી. પ્રશ્નપત્ર ફુટવા પરીક્ષામાં ચોરી અને માર્કસમાં ધણી બધી યુનિવર્સિટીમાં સામાન્ય ઘટનાની જેમ બની રહી છે. ગુજરાત યુનિવર્સિટીમાં બી.બી.એ., બી.સી.એ., બી.કોમ ઈન્ટરનલ માર્કસ ટેક્નીકલ કારણોસર ઉડી ગયા છે, તેવા યુનિવર્સિટીના દાવાઓ ખરેખર ખોટા છે. હકીકતમાં ઈન્ટરનલ માર્કસ દરેક કોલેજ પોતે ઓનલાઈન રજૂ કરતી હોય છે. જે અંગે યુનિવર્સિટી પારદર્શક્તાના દાવા કરી ચૂકી છે ત્યારે ઈન્ટરનલ પરીક્ષાના માર્કસ વિદ્યાર્થીઓના માર્કસ ઉડી જવાની ઘટનામાં પાછળ ગુણ સુધારા કૌભાંડ હોય તેવી ગંધ આવે છે. ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોએ સમગ્ર બાબતની તપાસ કરીને કૌભાંડમાં કયાં કયાં હાથીઓ સંડોવાયેલા છે. તેનો ખુલાસો કરવો જોઈએ જેથી મહેનત કરતા હજારો વિદ્યાર્થીઓ ભાવિ સાથે ચેડા ન થાય.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો