ગુજરાત મહિલા કોંગ્રેસ : 18-03-2016

તાજેતરમાં સંપન્ન થયેલ ગુજરાત રાજ્યની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને અન્ય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો અને ખાસ કરીને  મહિલા સશક્તિકરણ, રાજનિતીમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ અંતર્ગત સ્વ. રાજીવ ગાંધીએ મહિલાઓમાં ૩૩ ટકા અનામતની જોગવાઈ કરી જે આગળ વધીને ૫૦ ટકા મહિલા અનામતના પગલે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસની મોટી સંખ્યામાં બહેનોને સત્તારૂઢ થવાની તક મળી છે.  ગુજરાતમાં મહિલા કોંગ્રેસના સંગઠનમાં અનેરો ઉત્સાહ વધ્યો છે અને નવા લોહીનો સંચાર થયો છે ત્યારે ગુજરાત મહિલા કોંગ્રેસ દરેક જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તમામ મહિલાઓની પ્રશિક્ષણ શિબિર ‘ઉડાન’ નું આયોજન જવાહરલાલ નહેરૂ લીડરશીપ ઈન્સ્ટીટ્યુટ, દિલ્હીના સહયોગથી કરવામાં આવનાર છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note