ગુજરાત મહિલા કોંગ્રેસ ઉપક્રમે ઈન્દિરાજીના જન્મશતાબ્દી વર્ષના સમારોહના ભાગ રૂપે “મુઝમે હૈ ઇન્દિરા” : 01-07-2017
ગુજરાત મહિલા કોંગ્રેસ ઉપક્રમે ઈન્દિરાજીના જન્મશતાબ્દી વર્ષના સમારોહના ભાગ રૂપે “મુઝમે હૈ ઇન્દિરા” નામનો મહિલા સશક્તિકરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસની તમામ જીલ્લાઓ/શહેરોની સંગઠનની બહેનો સવારે ૧૧:૦૦ વાગે “રાજીવ ગાંધી ભવન” અમદાવાદ ખાતે આવશે. તેમને અખિલ ભારતીય કોંગ્રેસના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી શ્રી અશોક ગેહલોતજી, અખિલ ભારતીય મહિલા કોંગેસના પ્રમુખ શ્રીમતી શોભા ઓઝા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ, મહિલા કોંગ્રેસના પ્રભારી શ્રીમતી શોભના શાહ, ગુજરાત કોંગ્રેસના અગ્રણીઓ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ, ગુજરાત કોંગ્રેસના પ્રભારીશ્રી હર્ષવર્ધન, શ્રી પ્રકાશ જોષી વગેરે ચુંટણીલક્ષી માર્ગદર્શન આપશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો