ગુજરાત મહિલા કોંગ્રેસના ઉપક્રમે “મુઝમે હૈ ઇન્દિરા” નામે મહિલા સશક્તિકરણ : 03-07-2017
તારીખ ૩ જુલાઈ ૨૦૧૭ના દિવસે “રાજીવ ગાંધી ભવન” ખાતે ગુજરાત મહિલા કોંગ્રેસના ઉપક્રમે “મુઝમે હૈ ઇન્દિરા” નામે મહિલા સશક્તિકરણ માટે પ્રદેશ – જીલ્લા – તાલુકાના સંગઠનના પદાધિકારી અને સક્રિય કાર્યકર્તા બહેનોનું મહત્વની બેઠકમાં ૭૦૦ થી વધુ બહેનો ઉપસ્થિત રહી હતી. એ.આઈ.સી.સી.ના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી અશોક ગેહલોતજી, અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના પ્રમુખ શ્રીમતી સોભા ઓઝા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ શ્રીમતી સોનલ પટેલ, મહિલા કોંગ્રેસના પ્રભારી શ્રીમતી શોભના શાહ, મહિલા ધારાસભ્ય શ્રીમતી ચંદ્રિકાબેન બારિયા અને શ્રીમતી કામિનીબા રાઠોડ, એ.આઈ.સી.સી. સેક્રેટરી ડૉ. પ્રભાબેન તાવીયાડ, ચંદ્રિકાબેન ચુડાસમા વગેરેએ માર્ગદર્શન આપ્યું હતું.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો