ગુજરાત ભાજપ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ કોરોનાને જીતાડવા નીકળ્યા છે કે ભાજપને તે સમજાતુ નથી-જયરાજસિંહ : 11-08-2020
- ભાજપના કાર્યકરોએ માસ્કનો દંડ એડવાન્સમાં ભર્યો હોય (pre-paid ) એમ સદંતર નિયમનો ભંગ કરે અને સામાન્ય નાગરીકને દંડતી પોલીસ દયનીય બની જોયા કરે તે દુઃખદ છે- જયરાજસિંહ
- રથયાત્રા ના નીકળી શકે , કૃષ્ણ જન્મોત્સવ કે ગણેશોત્સવ ના ઉજવી શકાય, નવરાત્રિનો નિર્ણય અધ્ધર તાલ રખાય પણ પાટીલોત્સવ ઉજવાય પણ ખરો અને ગરબે ઘુમી આનંદાય પણ ખરો- જયરાજસિંહ
- લોકોને દુખ વહેચવા પર પ્રતિબંધ અને સી.આર.પાટીલને મળેલુ સુખ ઉજવવા કોઈ નડતર નહી- જયરાજસિંહ
- શ્રી પાટીલજી પ્રમુખ થયા પછી થી જે રીતે બોલી રહ્યા છે અને મંત્રીઓને કમલમમાં હાજરી પુરાવવી પડશે તેવું કહી રહ્યા છે તે જોતા તેઓ માત્ર સંગઠનના જ નહી સરકારના પણ સુપર સી.એમ. હોય તેવુ લાગી રહ્યુ છે-જયરાજસિંહ
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો