ગુજરાત ભાજપા અધ્યક્ષશ્રી વર્ષ ૨૦૦૨માં ખેડૂતોની વાર્ષિક આવક : 16-12-2020

ગુજરાત ભાજપા અધ્યક્ષશ્રી વર્ષ ૨૦૦૨માં ખેડૂતોની વાર્ષિક આવક  ૯૦૦૦ કરોડ હતી અને ૧૮ વર્ષમાં ૧૬ ગણી વધી તેવા દાવાની પોલ ખોલતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી જણાવ્યું હતું કે,  ભારત સરકારના એગ્રીકલ્ચર સ્ટેટેસ્ટીક મુજબ ગુજરાતના ખેડૂતોની માસિક આવક ૩૫૦૦/- રૂપિયા છે અને ગુજરાતના પ્રતિ ખેડૂત દીઠ રૂા. ૨૮,૬૬૭/- દેવું છે. જે છેલ્લા ૬ વર્ષમાં દેવામાં સતત ઉમેરો થઈ રહ્યો છે. મહામારીની આડમાં ખેડૂતોની આપત્તિઓને મુઠ્ઠીભર મૂડીપતિઓ માટે ‘અવસર’માં પલટી નાખવાની મોદી સરકારની આ ધૃણાસ્પદ સાજિશને અન્નદાતા ખેડૂતો અને ખેતમજદુરો ક્યારેય ભૂલશે નહીં. એ.પી.એમ.સી. માર્કેટની વ્યવસ્થાઓ ખતમ થશે. નાના મોટા વેપાર અને સાથેસાથે એ.પી.એમ.સી. ના માધ્યમથી રોજગાર મેળવતા અનેક મજુરોને પણ ખુબ મોટુ નુકસાન થશે. કોન્ટ્રાક્ટ ફાર્મીંગના કારણે જે ખેડૂત પોતાના જમીનનો માલીક છે એ ખેડૂત માલીક બનીને પોતાની જમીનમાં મજુર બને તેવા દિવસો આવવાના છે. આવનારા સમયમાં સંગ્રહખોરી થશે, નફાખોરી થશે, કાળાબજારી થશે અને ખેડૂતોની નુકસાનની સાથે સાથે જે ગ્રાહકો છે એમને પણ ખુબ મોટુ નુકસાન થશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note