ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે સમગ્ર ગુજરાતના મતદારોનો આભાર માન્યો. : 05-12-2022
- ગુજરાતની પ્રજાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને જીવંત રાખી તે બદલ સર્વેનો આભાર : શ્રી જગદીશ ઠાકોર
- ગુજરાત કોંગ્રેસનો મેનીફેસ્ટો એ અમારો દ્રઢ સંકલ્પ છે. રાહુલ ગાંધી દ્વારા અપાયેલા દરેક વચનો કોંગ્રેસની સરકાર આવતાની સાથે જ પુરાં કરવામાં આવશેઃ શ્રી જગદીશ ઠાકોર
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે પહેલા અને બીજા ચરણના મતદાન આજે પૂર્ણ થયા છે અને મતદારોએ પોતાનો મિજાજ દર્શાવ્યો અને સમગ્ર ગુજરાતની પ્રજાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પરિવર્તનના ઉત્સવને સંકલ્પ સ્વરૂપે મનાવ્યો, લોકશાહીમાં મતદારો જ લોકશાહીને વધુ મજબુત કરે છે મતાધિકારનો ઉપયોગ કરેલ દરેક મતદાતાઓનો કોંગ્રેસ પક્ષ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો